દરેક વ્યક્તિ જીવનનાં એક તબ્બકે આ એક વાતે અફસોસ કરતો હોય છે અને વિચારતો હોય છે કે, “ જો એ શબ્દોને થોડો અવકાશ આપ્યો હોત તો એ જ શબ્દો પીંછી બની જીવનમાં કેટલા રંગો ભરી શકત? ” ખરા સમયે ચુકી જવાયેલા ખરા શબ્દો હંમેશા કઠતા હોય છે. અને પછીના સમયમાં જયારે એ શબ્દોના સંભવિત પરીણામોનો વિચાર કરીએ ત્યારે એ શબ્દો અફસોસનું કારણ બનીને રહી જતાં હોય છે. આ જ લાગણીને અહીં રજુ કરી છે. ઉપરાંત આ મારી ગમતી રચનાઓમાંની એક છે. અને આ જ કારણ છે કે મને યોગ્ય લાગતા સમયે હું શબ્દોને અવકાશ આપું છું. પછી પરીણામ કાંઇ પણ હોય પરંતુ ફાયદો એ થાય છે, કે આ અફસોસને મોકો નથી મળતો.
વણકહ્યા શબ્દો જ છે, વ્યથા મારી,
કહી દિધા હોત તો જુદી હોત કથા મારી.