ડરી, ડરી, ડરીને ભળવું રાખમાં,
એનાથી સારૂ હિંમત ભરૂ શ્વાસમાં, અને કુદુ આગમાં.
કૈંક કાર્ટુનર્સ ચોતરેને ઓટલે, “ટોપીક” તું એક જ એમની વાતમાં,
બકવાસ એ બબુચકોની કાને ધરી, તું રસ્તો બદલી નાખ માં,
માન્યુ ઘણીવાર અઘરી હોય જીંદગી ને ખાઇ સમા ખાડા મારગમાં,
અંતે જ હોય ઝળહળતી સફળતા, વચરસ્તે તું આમ થાક માં,
કડવા થોડા અનુભવોને લીધે જીંદગી આમ બી બી ને ચાખમાં,
જગ-રંગ અનેરા ને અનમોલ શ્વાસ અમથા વેડફી નાખમાં,
ટીક-ટીક સ્વર સંગ સમય વહે ને ઘડી આવી ચડે જયાં મોત ભરશે બાથમાં,
જીવજે થોડુંક પોતાના માટે જેથી અફસોસ ના રહે આખરી શ્વાસમાં.
જીવન એકવાર એવું જીવી લેવું કેય કોઈ દિવસ અફસોસ ના થાય .ખૂબ સરળ શબ્દોમાં આખી જિંદગી ની વાત સમજાવી દીધી છેય.સુંદર લાઈન.....
ReplyDeleteThank u so much..
Delete