Saturday, December 1, 2018

ફરિયાદ

પ્રસ્તુત રચનામાં પરીસ્થિતિ એવી ઉપસ્થિત થાય છે કે નાયક ફરીયાદના સ્વરૂપમાં નાયિકાને પ્રેમ કરવાના કારણો જણાવે છે. શરૂઆતમાં નિશ્ચિત તે નાયિકાને થોડાક વ્યંગ ધ્વારા પરેશાન કરે પરંતુ, અંતમાં તેના લાગણીભર્યા શબ્દો નાયિકાને તેના સ્નેહનો અહેસાસ કરાવવા કાફી હોય છે.

ફરિયાદ

ધીરે ધીરે ધીરેથી આમ પાસે તારૂ આવવું,
જોવે ગમે તનેય ને વળી એમાં પાછું શરમાવુ,

કુમળી કુમળી વયને, ખીલતુ ખીલતુ યૈાવન,
તુ જ બોલ એકીટશે કેમ ન જુએ મારૂ મન.

દુનિયા કહે પ્રેમ કરવું નથી સહેલુ, આવા પ્રતિબંધિત વિસ્તારમાં જ મન જઇ ચડે વહેલુ,

તારી આંખોમાં જોઇ મારી આખોએ સજાવ્યા કેટલા સપન,
ને તુ નિષ્ઠુર એટલી કે નથી કહેતી હા પણ કે ના પણ. 

દુનિયા ભલે ગમે તેમ હોય આપણે તો સાથે રહેવું,
તું બન નદી કે હું બનું કાંઠો પણ એકસાથે જ વહેવું,

તું મળી તો કદાચ ઉપરવાળાને ય થાતી હશે મારી થોડી જલન,
એક-મેક વિના કયાંથી હોઇ શકે આપણું જીવન?

8 comments: